0
SUBTOTAL :

Furniture

Furniture/recent-label

Electronics

Electronics/recent-label

Fashion

Fashion/recent-label

Gadgets

Gadgets/recent-label
🛃 PIN CODEમાં છુપાયેલું છે તમારુ Address, જાણો દરેક અંકનો શું છે મતલબ🛃

🛃 PIN CODEમાં છુપાયેલું છે તમારુ Address, જાણો દરેક અંકનો શું છે મતલબ🛃

Size
Price:

Read more

Amazing things to know about Postal code
🇮🇳 પિનકોડ સાથે જોડાયેલા એ તમામ સવાલોનાં જવાબ આપી રહ્યું છે, જે સામાન્ય રીતે તમારા મનમાં થતા હશે. આ જવાબો જાણ્યા બાદ તમે ડેફિનેટલી પિનકોડ જોઈને જ સમજી લેશો અને એ પણ જાણી લેશો કે પિનકોડ ક્યાનો છે. તમારા માટે અમે એકદમ સરળ પ્રયત્ન કર્યો છે.
1. સૌથી પહેલા- શું હોય છે પિનકોડ?
પિનકોડ એટલે પોસ્ટલ ઈંડેક્સ નંબર, ઈન્ડિયન પોસ્ટલ સિસ્ટમ માટે, તમારી દરેક પોસ્ટ(ટપાલ)ને સાચા સરનામે પહોંચાડવા માટે તેને બનાવવામાં આવ્યો હતો. આ કોડ છ આંખનાનો હોય છે, જેમાં સૌથી પહેલો આંકડા રીઝનલ નંબર હોય છે. જો કે, સમગ્ર દેશને આઠ અને નવ ફંક્શનલ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. તેમાં બીજો આંકડો સબ-રીઝન(ઉપ ક્ષેત્ર)નો આંકડો હોય છે. ત્રીજો આંકડો સોર્ટિંગ ડિસ્ટ્રિક્ટનો છે અને છેલ્લા ત્રણ આંકડા વિસ્તાર સંબંધિત પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલો હોય છે.
2. પિનકોડનો જન્મ ક્યારે થયો?
15 ઓગસ્ટ 1972નાં રોજ પિનકોડનો જન્મ થયો અને ત્યારથી તે અમલમામાં છે.🇮🇳

🇮🇳 3. પિનકોડ માટે દેશનાં નવ ઝોન કયા ક્યા છે?
1. દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, ચંદીગઢ
2. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ
3. રાજસ્થાન, ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી
4. ગોવા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ
5. આંધ્ર પ્રદેશ, કર્ણાટક
6. તમિલનાડુ, કેરળ, પોંડિચેરી, લક્ષદ્વીપ
7. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્જ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આંદામાન અને નિકોબાર
8. બિહાર અને ઝારખંડ
9. આર્મી પોસ્ટ ઓફિસ(એપીઓ) અને ફિલ્ડ પોસ્ટ ઓફિસ(એફપીઓ)
4. પિનકોડનો પહેલો અંક જોઈને કેવી રીતે જાણી શકાય કે તે ક્યાનો છે?
પિનકોડનો પહેલો નંબર જો 1 છે તો તેનો મતલબ તમે દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે જમ્મૂ-કાશ્મીરમાંથી કોઈ રાજ્યથી છો. જો આ જ નંબર 2 છે તો તમે ઉત્તર પ્રદેશ કાં ઉત્તરાખંડથી છો. જો પહેલો નંબર 3 છે તો તમે વેસ્ટર્ન ઝોનનાં રાજસ્થાન કે ગુજરાતથી છો. 4 નંબરથી શરુ થતો પિનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો કોડ હોય છે. એ જ રીતે 5થી શરુ થતો કોડ આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિનકોડ 6થી શરુ થાય છે તો તમે કેરળ કાં તો તમિલનાડુનાં રહેવાસી છો. જો તમારા પિનકોડનો પહેલો અંક 7 છે તો તમે ઈસ્ટર્ન ઝોનમાં છો અહીંયા તમે બંગાળ, ઓરિસ્સા અને નોર્થ ઈસ્ટર્ન વિસ્તારોમાં છો. જો તમારા પિનકોડનો પહેલો નંબર 8 છે તો તમે બિહાર કે ઝારખંડમાં રહો છો. હવે જો તમે 9 નંબરથી શરુ થતો પિનકોડ વાપરો છો તો એ એ વાતનો પુરાવો છે કે તમે ફંક્શનલ ઝોનમાં આવો છે. આ આર્મી પોસ્ટલ સર્વિસ માટે હોય છે.🇮🇳

🇮🇳 5- પિનકોડનાં બીજા અને ત્રીજા અંકનો મતલબ શું છે?
પિનકોડનાં શરુઆતનાં બે અંક સબ-રીઝનનાં હોય છે. 11 નંબર દિલ્હી, 12-13 હરિયાણા, 14-16 પંજાબ, 17 હિમાચલ પ્રદેશ, 18-19 જમ્મૂ અને કાશ્મીર, 20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ, 30-34 રાજસ્થાન, 36-39 ગુજરાત, 40-44 મહારાષ્ટ્ર, 45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 50-53 આંધ્રપ્રદેશ, 56-59 કર્ણાટક, 60-64 તમિલનાડુ, 67-69 કેરળ, 70-74 બંગાળ, 75-77 ઓરિસ્સા, 78 આસામ, 79 નોર્થ ઈસ્ટર્ન વિસ્તાર, 80-85 બિહાર-ઝારખંડ અને 90-99 આર્મી પોસ્ટલ સર્વિસ.
આ જ રીતે પિનકોડનાં પછીનાં ત્રણ આંકડા જે તે વિસ્તારની જાણકારી આપે છે જ્યા તમારી પોસ્ટ ઓફિસ હોય. સામાન્ય રીતે તેનો કેન્દ્ર શાસિત પ્રદેશો અને પુર્વોત્તર રાજ્યો માટે ઉપયોગ કરવામાં આવે છે.
682 લક્ષદ્વીપ
793, 794, 783, 123 મેઘાલય
795 મણિપુર
796 મિઝોરમ
799 ત્રિપુરા
744 આંદામાન અને નિકોબાર
6. વધારે સરળ રીતે કેવી રીતે સમજાય
પિનકોડને વધારે સરળ રીતે સમજવા માટે માની લો તમે ગુજરાતનાં કે અમદાવાદમાં રહો છો અને તમારો પિનકોડ છે 382350 તો પહેલા બે આંકડા 38 જણાવે છે તમે ગુજરાતથી છો, 382 જણાવે છે કયા જીલ્લાથી છો એટલે કે અમદાવાદ. છેલ્લા ત્રણ આંકડા અમદાવાદમાં તમારુ લોકેશન જણાવે છે.🇮🇳🛃🏃🏻🏃🏽🏃🏻🏃🏽🏃🏻🏃🏽🏃🏻🏃🏽

0 Reviews

Contact form

Name

Email *

Message *